#લાગણીઓની સફરે
વિશ્વ કવિતા દિવસ
નથી જોઈતું એકાંત,
મનેતો શોરજ ગમે છે!
લાગણીઓ ભલે ઝાઝી નહીં,
પણ હદય એનાથી ભરેલું ગમે છે!
આંખો ય સાવ કોરી ધાકડ નહીં,
એમાંય મને ક્યાંક ઝળઝળિયાં ગમે છે!
બધું શું માપી તોલીને જીવવાનું?
મનેતો બધું જ થોડુંક અસ્ત વ્યસ્તજ ગમે છે!!!