મોહ, માયા અને લાલચમાં,
જેમ જેમ
ઘણું બધું ભેગું થતું જાય છે,
એમ એમ
ઘણું બધું છૂટું પણ પડતું જાય છે.
અને જે ભેગું થતું જાય છે,
એ બધું જ...ખરીદી શકાય છે,
પરંતુ જે છૂટું પડે છે,
એ અનમોલ હોય છે,
કેમકે એને આપણે ખરીદીને નહીં,
પરંતુ જીતીને મેળવ્યું હોય છે.
- Shailesh Joshi