તું આગ તો હું પાણી બની જઈશ,
આપણાં સંબંધને હૈયાં માં ઝીલી લઈશ.
તું સૂરજ રૂપી તડકો બનીશ,
તો હું ચંદ્ર રૂપી છાંયો બની જઈશ.
તું મોસમની વાયરી હો,
તો હું તને મહેકતી ફૂલ બની જઈશ.
તું ગગન તો હું ધરા બની જઈશ,
આપણાં પ્રેમને સદા સાથે રાખીશ.
- Darshit Chandarana