મિત્રો જ્યારે હું મહારાણા પ્રતાપ, શિવાજી, સ્વામી વિવેકાનંદ ને યાદ કરૂ ત્યારે મને ઇન્સાન હોવા પર ગર્વ થાય પણ જયારે ભગવાન રામે રિછ અને વાનરો પાસે રામસેતુ બનાવડાવ્યો એ વાત યાદ આવે ત્યારે ઇન્સાન હોવા માટે દુખ થાય કે ભગવાન ને ઇન્સાન પર ભરોસો નહીં હોય ત્યારે ભગવાન રામે રીછ અને વાનર સેના પાસે સેતુ બનાવડાવ્યો આમાં સંસાર ની દ્રષ્ટિએ મને એવુ લાગે પણ પછી આધ્યાત્મિક દર્ષ્ટિ એ જોઈએ તો વાનર એ ચંચળ મને નું પ્રતીક છે અને રીછ બળનું પ્રતીક છે. અને રામે જે સેતુ બાંધ્યો એ એકદેશ ને બીજા દેશ સાથે જોડવા માટે નહીં પણ જીવ ને શિવ સાથે જોડવા માટે બાંધ્યો. અને એમાં ખિસકોલી એ મદદ કરતી હતી. તો આ ખિસકોલી એટલે આપણી બુદ્ધિ. વાનર( મન ) રીછ ( આપણી શક્તિ ) ખિસકોલી ( બુદ્ધિ ) ભગવાન ને ખિસકોલી પર ત્રણ લીટા પાડ્યા એટલે એ લીટા ભૂતકાળ, ભવિષ્ય કાળ અને વર્તમાન કાળ. એનો મતલબ એ છે કે બુદ્ધિ ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળ માં જો સ્થિર ચાલે તો જીવ શિવ માં ભળે. ભગવાન ના હાથે મૃત્યુ થવાનું હતું એટલે રાવણ નો મોક્ષ નકી હતો.
લી. "આર્ય "