કેટલીક, સહેજ ઓછું ભણેલી કે સહેજ ઓછી ઊંચી કહેવાતી જ્ઞાતિઓમાં રીત રિવાજો પાછળ ભયંકર ખર્ચ થતો જોઈએ છીએ.
બાળજન્મ તો કહે વહુને અમુક દાગીના આપો, અમુક મીઠાઈઓ ને પિયરથી અમુક પૈસા ને લગ્નના દાયજા જેવું જ ફરીથી.
સગાઈ વખતે વહુને ઓઢાડવાની પાંચ સાત ભારે સાડીઓ, ઘરેણાં અને સામા પક્ષના 35 40 માણસો આવે એને જમાડવાના.
સગાઈ, હજી તો ગોળધાણા કરો ત્યાં થનારી વહુના નામે સરખી એવી ફિક્સ, not less than 20 lakhs!
લગ્ન તો એ જ રીતે, ઢોલી, ઘોડો, ગામડેથી ટ્રક ભરી જાન, સારું કમાતા ઉચ્ચ વર્ણ કરતાં પણ વધુ ખર્ચ.
એમાં જો વચ્ચેથી સગાઈ તૂટે તો જે પક્ષ તોડે એણે સગાઈ વખતે કહ્યું એવું ફરીથી આપવું પડે. લગ્ન તૂટે તો પણ કોર્ટ નક્કી કરે એ કરતાં કહેવાતા ઘરમેળે એમની પંચાયતના કાયદા.
મૃત્યુ થાય તો એ જ ફરજિયાત આભડવા જવાનું, પોતાનાં સગાં ભાઈ બહેન ઉપરાંત કઝીન કે કઝીન ન જીવનસાથી નું કુટુંબ હોય તો પણ.
ત્યારે પણ ખાલી હાથે ન જવાનું..
બારમું તેરમું અને એમના જ માટેના ગોર ને ગરજનો લાભ લઈ માગે એ આપવાના.
એ બધા ભલે નોકરી કરી ટેક્સ ભરતી કોમ્યુનિટી માં નથી આવતા પણ ડ્રાઈવર, કારીગર,નાના દુકાનદારો , કુરિયર બોયઝ જેવાં કામ કરતા હોય છે. એમની સ્ત્રીઓ કૂક, મેઇડ જેવાં . ઉપરાંત પૂરક આવક માટે અંદરોઅંદર દલાલીના કામો, વચ્ચે વચ્ચે ન છુટકે હોંશિયારી કેળવી ગેરકાયદે કામો કરે છતાં એટલું તે કેટલું કમાય કે આ ખર્ચા પૂરા કરે?. એમને જ્ઞાતીના રીવાજો મૂજબ ફરજિયાત આવકારચલ વ્યવહારો કરવા જ પડે.
એટલે બેંકો તો આવા માટે લોન આપે નહીં, પોતાના કામની વસ્તુનું કવોટેશન બમણા જેવું ચડાવી બાકીના માંડવાળ કરાવવાના. કોઈ રીતે બેંકોને, સરકારી સંસ્થાઓને છેતરી પૈસા મેળવે, આખરે આપણા ખભે એ ખર્ચા આડકતરી રીતે આવે.
બેંકથી ન પતે કે બેંકમાં જાય જ નહીં તો શાહુકારો, એ પણ અમુક જ્ઞાતિ ના જ, જેમ કે દેહાઇ. એમનું વ્યાજ એટલે? મહીને ચાર ટકા તો સામાન્ય.
એ લોકોમાં સામાજિક જાગૃતિ આવતી નથી અને વિષચક્રમાં ફસાયે જાય છે.
પરિણામે કાં તો તેઓના પુરુષો લૂંટફાટ કે ગેરકાયદે કામો કે છેતરપિંડી કરે છે કાં તો આપઘાત.
તમારી આજુબાજુ આવા કેસ દેખાશે જ. એમને યોગ્ય રિવાજોની સમજ આપીએ. અમુક વિધિ નહીં કરીએ બે અમુક થી ઓછા લોકોને નહીં જમાડીએ તો કોઈ મરેલું નરકમાં નહીં જાય. સગાઈ લગ્નો પણ આનંદના ઉત્સવો છે પણ આવકના અમુક ટકાથી વધુ મોટોનખર્ચ ન કરતાં બને એટલી સાદાઈ રાખીએ.
સાટું, છૂટું કરવું, દૂરદૂરના સગા ના મૃત્યુ કે જન્મ કે બીમારી પર ગમે ત્યાંથી કામ કાજ મૂકી દોડી જવાનું, આ બધું બંધ કરવા સમજાવીએ.
આખરે આપણા ઉપર જ એમનો બિન ઉત્પાદક ખર્ચ આવે છે. એમની જિંદગી પણ આવા ખર્ચાઓ પૂરા કરવામાં જ ખર્ચાઈ જાય છે ને પેઢીઓ વ્યાજમાં ડૂબેલી રહે છે કે મારકૂટ, હિંસાનો ભોગ બને છે.
આઝાદીના 78 વર્ષે તો એમને સુધારવા સમજાવીએ!