મારા સદગુરુ હે મારા શીવઘણી
આ કાદવ કીચડથી છુટયો જીવ, મારૂ આવવું તમારા દેશ..
કેટલા દીવસનો મહેમાન આ જીવ આ માટી તણા દેહનો,
હંસો તો ચરે સાચા મોતીડાં
મારે શંખલા છીપલાં નું નહીં કામ..
સાચા મોતી અમે સેવીએ..અમને મળ્યો તમારો સંગાથ.. બહું પ્રેમે તમે અમર પ્યાલો પાયો. ભાગી અમારી જન્મો જન્મની ભુખ..
- Hemant pandya