સ્ત્રી
જન્મી હું દીકરી રૂપે,
લાવી ઘરમાં ખુશીઓ!
પિતાના આંગણામાં
પગલીઓ પાડી,
ઝાંઝરની મીઠી
ઝણકાર રેલાવતી!
મીઠુંડી હસીને
સૌને હસાવતી,
મમ્મીની લાડલી ને,
પપ્પાની પરી કહેલાવતી!
ભણી - ગણીને નોકરી રે લઈ,
આત્મનિર્ભર હું બની રે ગઈ!
પિયરનું માન ને
સાસરી નું સન્માન,
પિયુની પ્રિત ને
સંતાનનું સુખ,
સૌના તે સુખમાં,
હું સુખી રે થઈ!
જય માતાજી🙏🙏
પુષ્પા એસ ઠાકોર