બધી આ ભીંજાયા પછીની વાત છે,
પ્રેમ હોય કે પાણી, પલળ્યા પછીની વાત છે.
તરિતૃપ થાય એ ધરતી ને આકાશ,
આતો વાદળો વરસ્યા પછીની વાત છે.
આવે પ્રકાશ પાથરતી કિસ્મત ગોતવા એને,
આતો અંધારે ભટક્યા પછીની વાત છે.
લાગે નહિ એમ રંગો પ્રેમના,
થોડાક નજીક ગયા પછીની વાત છે.
એમ ના મળે સ્થાન કોઈના હૃદયમાં,
નિસ્વાર્થ પ્રેમ ધાર્યા પછીની વાત છે.
લાગે નહિ કાંટા વસમાં ,
આતો હૈયા થી હૈયું મળ્યા પછીની વાત છે.
-Darshit Chandarana