Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ ભેરુ રાજી થઈએ વેળા મિલનની આવી.
ચાલ ભેરુ ગમને ઠેલીએ વેળા મિલનની આવી.

ખૂબ કરી પ્રતિક્ષા જાણે કસોટી થૈ સબૂરી તણી,
ચાલ ભેરુ પરસ્પર મળીએ વેળા મિલનની આવી.

એમ તો આપણે એકમેકની યાદમાં રોજ મળતા,
ચાલ ભેરુ સન્મુખ રહીએ વેળા મિલનની આવી.

વાત વિયોગની ભૂલી જા ભાઈબંધ શુકુન ના થાતાં,
ચાલ ભેરુ નૈન વહાવીએ વેળા મિલનની આવી.

તું કરજે વાત તારીને પછી સાંભળજે દાસ્તાન મારી,
ચાલ ભેરુ યાદ વાગોળીએ વેળા મિલનની આવી.

ઉર તારુંને ઉર મારું રહે ધબકતું એક જ ધબકારે,
ચાલ ભેરુ ઈશ્વરને નમીએ વેળા મિલનની આવી.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111970630
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now