આજ જ્યારે તને એ જગ્યાએ જોવ છું જ્યાં હું વર્ષો પહેલા હતી, આમ જ અનેક પુરુષાર્થ અને તનતોડ મહેનત બાદ સફળતા ને પામી હતી.. પણ તું જે રીતે આગળ વધી રહ્યો છે એ જોઈ બેટા મને અત્યંત ખુશી છે કારણ કે તે ફકત તારામાં ભણતરને જ નહિ ગણતરને પણ દીપાવ્યું છે. તું રિઝલ્ટ જે પણ લાવે એ તારી અંદર રહેલ ગુણવત્તાનું માપક ક્યારેય નહી બની શકે! કારણકે એ ફકત એક તારા ભણતરનો આંકડો છે. તારામાં રહેલી કાબેલિયત હું જાણું છું,આથી મારા દીકરા તું ફકત નિશ્ચિંત રહી પરીક્ષા આપજે.. રીઝલ્ટની ચિંતા બિલકુલ ન કરીશ. હું તારી સાથે નથી પણ તારી કરેલ મહેનતને બખૂબી જાણું છું. તું જે છે એનાથી હું ખુશ જ છું.. આથી તું બિન્દાસ... મસ્ત પરીક્ષા આપ! ફળ કુદરત આપશે એની ચિંતા તું જરા પણ ન કરીશ.
Wish u a very best of luck my son/ daughter 🌹❤️
આવા શબ્દો આપનું બાળક પરીક્ષા દેવા જાય ત્યારે અવશ્ય કહેજો.. એ બાળક ખૂબ હળવું થય જશે! બસ એજ ખરી શુભેચ્છા એના માટે સાબિત થશે.
- ફાલ્ગુની દોસ્ત