હાથ ઝાલોને હનુમાન, તમારે શરણે આવ્યો છું.
દ્યોને રામભક્તિનું વરદાન, તમારે શરણે આવ્યો છું.
છું સંસારીને વિષયી વિકારી,
સર્વસ્વ તમને મારુતિ ધારી.
કરવા રામના ગુણગાન...તમારે..1
દુર્ગુણો અમારા હરોને પ્રભુ,
અંતરે ભક્તિ ભરોને તમે પ્રભુ.
જેને રામસેવકનું સન્માન..તમારે..2
પ્રપંચો દુનિયાના જોઈ થાક્યો,
આધાર હનુમાન તમારો રાખ્યો.
બનાવો રામભક્તિમાં મસ્તાન..તમારે..3
માફ કરોને ભૂલચૂક જે અમારી,
તમને અમારા સર્વસ્વ ધારી.
વિનંતિ ધરોને પ્રભુ કાન....તમારે...4
-ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.