ખાલી માતૃભાષામા વાર્તાલાપ કરવાથી
આપણી ભાષાનું એટલું માન નથી જળવાઈ જતું,
કે જ્યાં સુધી આપણે એ વાતનું પૂરતું ધ્યાન ના રાખીએ કે,
હું જે બોલી રહ્યો છું, એ શબ્દોનો ઉપયોગ,
હું કોઈને નીચા દેખાડવામાં, કોઈને છેતરવામાં, કે પછી
કોઈને કોઈથી દૂર કરવામાં તો નથી કરી રહ્યો ને ?
આપણા મોઢેથી બોલાયેલ શબ્દો, અને આપણી ભાષા બંનેનું ગૌરવ જળવાઈ રહે એ આપણું પહેલું કર્તવ્ય હોવું અનિવાર્ય છે.
- Shailesh Joshi