નહોતી સારી શકલ, હતી આવડત
ના કોઈ ઓળખતું,બસ દોસ્તીમાં રહેતું
અવાજ સંમોહિત, કળા ભારોભાર
આજના એ સુપરસ્ટાર
ભૂલથી બન્યા હતા હિરો
કોઈ એમને લેવા તૈયાર નહીં
છતાં ઝંઝીર તોડીને, કરી મુસાફરી બોમ્બે ટુ ગોવા
આજે દોડતી એમની ગાડી
અવાજના શહેનશાહ
શાનથી કહે સજ્જનો અને સન્નારીઓ
નમ્રતા, બોલવાની ખૂબી
બોલીવુડના બાગબાન
ભૂલથી બન્યા હતા હિરો!
- કૌશિક દવે
---------------------