Gujarati Quote in Questions by Gautam Patel

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગેંડા 🦏

ભેંશના શિંગડાં ભેંશને ભારે ન પડે એ કહેવત ભેંશ માટે ભલે બંધબેસતી જણાય, પરંતુ આફ્રિકી ગેંડા માટે એ કહેવત વાપરો ત્યારે તેને સદંતર ઉલટાવી નાખવી જોઇએ. ગેંડાની ૨,૫૦૦ કિલોગ્રામની કાયાને ફક્ત ત્રણ કિલોગ્રામનું શીંગડું એવું તો ભારે પડે છે કે આજે તે પ્રાણી ઝડપભેર લુપ્ત થઇ રહ્યું છે. ગેંડાના શીંગડા પર માનવજાતે પોતાની લાલચુ નજ૨ ના માંડી છે ત્યારથી એ પ્રાણીનો શિકાર થવામાં કોઇ સંયમ રહ્યો નથી. છેલ્લા ત્રણ દાયકાની જ વાત કરો તો એ અરસામાં આફ્રિકી તેમજ એશિયાઇ ગેંડાની ૮૦% વસ્તીનું નિકંદન નીકળી ચૂક્યું છે.
અનેશિકારનો દોર આજે પણ ચાલુ છે. ખાસ કરીને ઝિમ્બાબ્વેમાં અને કેન્યામાં ગેંડાની બેફામપણે કત્લેઆમ થઇ રહી છે. એકલા ઝિમ્બાબ્વેમાં જ તસ્કરો વર્ષે ૬૮ થી ૭૦ ગેંડાઓનું કાસળ કાઢી નાખે છે, જ્યારે કેન્યામાં વાર્ષિક પચાસેક ગેંડાનો ભોગ લેવાય છે. શિકારનો એકમાત્ર હેતુ શીંગડા છે, જેનો આસમાની ભાવ તસ્કરોને માલામાલ કરાવી આપે છે. ગેંડાનું શીંગડું હકીકતે વાળમાં રહેલા કેરોટિન પદાર્થના મજબૂત ગઠ્ઠા છે. જુદી
રીતે કહો તો વાળના રેસા અત્યંત સંગઠિત બનીને શીંગડાનો આકાર પામ્યા છે. સાચાં શીંગડાં પ્રાણીની ખોપરી સાથે જોડાયેલાં હોય, જ્યારે ગેંડાનું કહેવાતું શીંગડું કુદરતે તેની બખ્તરછાપ ત્વચા પર બેસાડ્યું છે.
વજનમાં દરેક શીંગડું અઢીથી ત્રણ કિલોગ્રામનું
હોય છે--અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેનો ભાવ છે કિલોદીઠ ૬,૦૦૦ ડૉલરનો !
આ આસમાની ભાવ આરબ દેશ યમનને આભારી છે કે જ્યાંના માલેતુજારો પોતાની કટારનો નકશીદાર હાથો ગેંડાના શીંગડામાંથી તૈયાર કરાવે છે. આ પ્રકારની કટારની કિંમત હજારો ડૉલરમાં ગણાય, એટલે ત્યાંના લોકો માટે તે મોભાનું પ્રતીક બની છે. અમુક ધનાઢ્યો તો વળી ગેંડાના શીંગડામાંથી બનેલા નકશીદાર પ્યાલામાં પાણી પીવાના આગ્રહી છે. આ રીતે પીવાયેલો પાણીનો દરેક ઘૂંટડો શરીરમાં ગેંડા જેવી શક્તિનો સંચાર કરે એવું તેઓ માને છે. વધુ એક માન્યતા મુજબ ગેંડાના શીંગડાની ભસ્મ ખાવાથી શરીરમાં જુવાનીનું નવું જોમ આવી જાય છે. અંધશ્રદ્ધાઓનો તેમજ ખોટી રીતે વ્યાપેલી વર્ષો જૂની માન્યતાઓનો કોઇ ઇલાજ હોતો નથી. પરિણામે યમનમાં વર્ષો થયે ગેંડાના શિંગડાની ગેરકાનૂની આયાત ચાલુ છે. ગેંડાના શીંગડાનો બીજો આયાતી દેશ ચીન છે, જ્યાં શીંગડાનો ઉપયોગ ઔષધિય હેતુસર કરાય છે. ઝેરી મેલેરિયા જેવી બિમારીઓ પર ગેંડાના શીંગડાની ભસ્મ ચમત્કારિક અસર દાખવતી હોવાનું ચીની વૈદો તેમજ તબીબો માને છે. ચીનના અમુક પ્રદેશોમાં એવી ભસ્મ ફૂટપાથિયા વૈદો ખુલેઆમ વેચે પણ છે.
આજથી સો વર્ષ પહેલાં આફ્રિકામાં ૧૦,૦૦,૦૦૦ ગેંડા હતા. ૧૯૭૦માં તેમની સંખ્યા ૬૯,૦૦૦ હતી, તો આજે ૧૪,૦૦૦ જેટલા માંડ બચ્યા છે--અને તે આંકડોય ઝડપભેર ઘટી રહ્યો છે. એશિયાઇ દેશોમાં પણ સ્થિતિ જુદી નથી. પરિણામે લાખો વર્ષ થયે પૃથ્વી પર ટકેલું એ પ્રાણી નજીકના ભવિષ્યમાં નામશેષ થાય તો નવાઇ નહિ!
https://www.facebook.com/share/p/15ZKjJAuwX/

Gujarati Questions by Gautam Patel : 111969160
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now