તું અંતરને ફંફોસ, હરિ હાજરા હજૂર છે.
ના કરીશ કદી રોષ, હરિ હાજરા હજૂર છે.
છોડી દે કાવાદાવાને પ્રપંચની કાલિમા વસે,
હૈયામાં જગાવ હોંશ, હરિ હાજરા હજૂર છે.
એને શું તારા અવગુણો કહેવાના હોય વળી,
અંતરયામી છે ના કોસ, હરિ હાજરા હજૂર છે.
હોય છે હાજરી એની સારાં નરસાં કર્મોમાં,
તું વધાર ભજનનો જોશ,હરિ હાજરા હજૂર છે.
જે ગયું આજતક ભૂલીને નવેસરથી કર શરૂ,
ના દેખાડ દુન્વયીઆક્રોશ,હરિ હાજરા હજૂર છે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.