થોડા સમયથી તમે દોડવા પૂરપાટ લાગ્યા છો,
શું એટલે જ ઊંઘવા ઘસઘસાટ લાગ્યા છો?
એક બે દિવસ રહીને નીકળી જવાનું હોય,
તમે તો વિચારોમાં વસવાટ કરવા લાગ્યા છો.
હમણાં સુધી તો તમે પ્રેમથી વાતો કરતા,
પણ હવે કેમ બફાટ કરવા લાગ્યા છો?
મૌન રહીને પણ ઘણી અડચણો હટાવી દીધી,
નથી મનાતું કે તમે હવે બકવાસ કરવા લાગ્યા છો.
જે પ્રેમે તમને ક્યાંયના ના રહેવા દીધા,
એ પ્રેમ ઉપર ફરી વિશ્વાસ કરવા લાગ્યા છો.
પીયૂષ ગોસ્વામી..