દીકરો....
વર્ષો થી જેનો ઇંતજાર હતો,
એ ઇંતજાર નું ફુલ છે તુ,
અનેક બધ્ધનો મોલ છે તું,
પરમાત્મા ની અસીમ ભેટ છે તું,
તારી કાલી ઘેલી વાતો નો કર્જદર છું હું,
ચંચળતા, મોજ-મસ્તી માં નટખટ છે તું,
તારી હોશીયારી નો દીવાનો છું હું,
મમ્મી નો કાનુડો તો પપ્પા નો ધબકરો છે તું,
બહેનો નો તો માનીતો છે તું,
દાદા દાદી નો રાજકુમાર છે તું,
મારા કુળ નો કુળદીપક છે તું,
ભગવાન નો તો આશીર્વાદ છે તું.
- Kamlesh Parmar