તું થઈશ નારાજ મારાથી તો સંગીત ની ધૂન બની તારા મન મસ્તિષ્ક પર હું સૂર બની રેલાઈશ.....❣️❣️
તું રહીશ મદહોશ મારા સૂર સંગીત નાં બંધન માં તો તારા માટે પ્રેમસભર ગઝલ બનાવીશ.....❣️❣️
તું કરીશ નયન બંધ તો એને મારી નજર થી જોવા હું પાપણો ને ખોલવા મધુર ધૂન સજાવીશ.....❣️❣️
તું સૂરજ ના તાપથી બચવા પડછાયા નો સહારો લઈશ તો હું મારા પાલવનો છેડો ફેલાવીશ.....❣️❣️
તું જ્યારે મૌન તોડી વાચા આપીશ ત્યારે તારા શબ્દો ના સ્પર્શથી હું મારુ મન મહેકાવીશ...❣️
❣️સંગીતની ધૂન લાગે મને પ્યારી 🌹
❣️જ્યારે તું બોલે મીઠી વાણી...🌹🌹
❣️તારા એ શબ્દો ની કવિતા રચાય..🌹
❣️ને મારા મુખથી તારા માટે વાહ લખાય🌹🌹🌹🌹🌹🌹