થોડી વાર થોભી જાઓ હમણાં આવ્યાં છો,ઉતાવળ શીદને કરો !
હજુ મેં પાણી આપ્યું,ચા હજી ચૂલે ચડે છે,ભોજન પછી આરામ કરો.
સાથે સાથે થોડું ઘરનું કામ કરી લઉં હું,જુઓ ને આ છોકરાં તૈયાર કરું!
ચૉક તો હું પછી વાળીશ,પહેલાં ચકલાં-કબૂતરને ચણ નાખું,પરબે પાણી નાખું.
સવારની જાગી ત્યાં રાત પડે કામ-કામ ને કામ છતાં પરણ્યો પીડા વધારે!
માં-બાપને ત્યાં મીઠી નિદ્રા લેતી અહીં સાસરીએ ક્યાં કોઈ જીવવા દે અત્યારે.
તાવ આવે,પગ દુઃખે,માથું દુઃખે ત્યાં બધાંની સેવા કરું,મને કોઈ ના પૂછે શું થાય છે!!
એવું જીવન નારીનું ગામડે જઈ જુઓ,ખેતર-ઢોર અને વ્યવહારમાં જીવન વહી જાય છે.
- વાત્સલ્ય