✨️તું એટલે .....:
મારા પ્રેમ ના શબ્દનો આરંભ,
✨️
મારા પ્રેમ ના શબ્દોમાં તારી હાજરી,
✨️
મારા શબ્દોની શાયરીઓમાં તારી લાગણીઓ ,
✨️
મારા કોરા કાગળમાં ઉતારેલું તારુ પ્રેમ નું ચિત્ર,
✨️
મારી કલમ ને બસ તારા માટે લખવાનો જ પ્રેમ ,
✨️
મારા હરેક શબ્દોની રચના માં વ્હાલમ તારો સ્નેહ ,
✨️
મારા ગુલાબી સપનામાં રોજ તારી હાજરીનો એહસાસ,
✨️
મારી અગણિત પળોની આશા નું એક કીરણ,
✨️
મારા પ્રેમ નાં આલિંગન માં સમાઈ જતી કવિતા,
✨️
મારા અસ્તિત્વમાં તારા પડછાયાની હાજરી,
✨️
સવાર થી લઈ રાત સુધી મારા એકાંતમાં સતત તારા હોવાનો એહસાસ!!
shita ⚘️