જો તું વાવી શકે તો સ્નેહના બીજ રોપજે...
હું લાગણી રુપી વરસાદ વરસાવીશ..
જો તું લણી શકે તો પ્રેમ રુપી ફુલ લણજે...
હું વાત્સલ્ય રુપી અંકુર સ્વરૂપે ઊગી નીકળીશ...
જો તું કરી શકે તો મને માત્ર યાદ કરજે ..
હું તારી યાદોમાં મારું સ્વપ્ન રૂપી ઘર બનાવીશ ..
જો તું ચાહી શકે તો મને વ્હાલ આપજે ..
હું તારા હૃદયમાં ધબકાર સ્વરૂપે ધડકીશ..
જો તું આપી શકે તો મને થોડો સમય આપજે ...
હું તને મારું સર્વસ્વ આપીશ...
જય શ્રી કૃષ્ણ 🙏🏻
- Bindu