*ફુલની માફક ખીલી જવાનું.....,*
*ખુદ્દારીથી જીવી જવાનું.....!*
*રીસાવાનું રાખ્યું છે પણ.....,*
*એક ઘડીમાં રીઝી જવાનું.....!*
*ધીરે ધીરે મક્કમતાથી.....*
*જીવન જીવતાં શીખી જવાનું.....!*
*દિલ ઈન્કારે જે કરવાનું.....*
*ત્યાંથી પાછા વળી જવાનું.....!*
*સત્કર્મો ને સંસ્કારોથી.....*
*ક્યાંક કોઈકને ગમી જવાનું.....!*
*બીજાને અડચણ લાગે તો.....*
*તુર્ત જ ત્યાંથી ખસી જવાનું.....!*
*નિત્ય મળે ના સમથળ રસ્તો.....,*
*ઢાળ ઉપર પણ ચઢી જવાનું.....!*
*ઊગવાનું ભરપુર સવારે.....*
*સાંજ પડે ત્યાં ઢળી જવાનું.....!*
*"સૌમ્ય" જીવન નાજુક વસ્ત્ર છે.....,*
*ફાટે ત્યાં ત્યાં સિવાય જવાનું.....!*
અજ્ઞાત