તાળી ની કસરત
હાસ્ય કલબોમાં વિવિધ પ્રકારે તાળીઓ પાડી યોગ જેવા ફાયદા થાય એ શીખવે છે. એ યોગિક અથવા કસરતી તાળીઓ વિશે ટૂંકમાં કહીશ.
1 સામાન્ય તાળી rythm માં. એક, બે, ત્રણ એમ દસ વખત.
2 માત્ર આંગળીઓ નાં ટેરવાં ધીમેથી અથડાવી દસ વખત.
3 કાંડા અને હથેળીનું મૂળ. આ વખતે હથેળી,કાંડુ V જેવો આકાર બનાવશે.
4 બન્નેહથેળીઓની અંદરની બાજુઓ એટલે કે અંગુઠાથી વિરુદ્ધ બાજુની, નાની આંગળી નીચેની.
5 હથેળી અને અંગુઠા, આંગળીઓના મૂળ સામસામા અથડાવો.
6 અંગુઠા નીચેના ભાગ સામસામા અથડાવો.
7 બે વાર આગળ હથેળીઓ ત્રણ વાર પાછલા ભાગ પર મારો. એક દો.. (જોરથી તાળી, બને તો હાથ ઝુલાવી), તીન.. ચાર.. પાંચ બોલતાં એક હથેળીના પાછળના ભાગને બીજી હથેળીથી મારો.એ જ ક્રિયા jijબીજા હાથને આગળ, પાછળ મારવાની. આથી તુરત બાંબે સાઈડે લોહી દોડતું થઈ માલિશ થશે.
8 હવે તમાકુ મસળતા હો તેમ તાલી પાડી હથેળીઓ પુરા પ્રેશરથી સામસામી ઘસો
9 સો વખત તાલી પાડો એક, દો ..તીનચારપાંચ. એક, દો.. તીનચારપાંચ. (એક,દો ધીમે, એક પોઝ, તીન ચાર પાંચ ઝડપથી) આવી રીતે પ્રથમ વીસ. પછી ખૂબ ઝફપથી સિત્તેર. છેલ્લી દસ વળી એક, દો.. તીન ચાર પાંચ. એમ.
10 હવે પંખીની જેમ હાથ ત્રણ વખત ઝુલાવી માથા ઉપર તાળી.
11હવે ત્રણ વાર હાથ પાછળ ઝુલાવતાં પાછળ કુલાની સહેજ ઉપર ઊંધા હાથે બેય હથેળી અથડાવો.
12 બન્ને હાથ ઘસી આંખ, ગાલ પર લગાવો.નાકથી કાન તરફ પંપાળો. ગળા ઉપર દાઢી થી છાતી તરફ હથેળી આદિ કરી ધીમેથી પંપાળો. આનાથી ગળા પરની કરચલીઓ ઓછી થાય છે.
ત્રણ વખત નીચે ઝૂકી, હા..હા.. અટ્ટ હાસ્ય કરતા પાછળ ઝુકો એ વખતે હાથ પહોળા, હથેળી ઉપર તરફ રાખો. આને ઉષ્મા કા સ્વાગત કહે છે.
કોઈ પણ ઉંમર અને શરીરની સ્થિતિ વાળી વ્યક્તિ આ ક્રિયાઓ કરી એક્યુપ્રેશર અને સ્વાચ્છોશ્વાસ ના ફાયદા મેળવી શકે છે.
-સુનીલ અંજારીયા
લખ્યા તા. 17.12.18