મારી રચનાઓમાં સદા ,
લાગણીનો ભાસ હશે..
હશે, પાયો વિશ્વાસનો ,
પ્રેમ નો આવાસ હશે ..
સ્પંદનો સમેટી લે સામટા,
એવો, અહેસાસ હશે ...
વાંચી લેજે સનમ મારા શબ્દો ને,
કાયમ ,તારો જ નિવાસ હશે...
હું નહીં હોઉ આ દુનિયામાં છતાં,
શબ્દો માં ફરીદા નાં શ્વાસ હશે....
મારી રચનાઓમાં સદા,
લાગણીનો ભાસ હશે....