Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંતરની વાત હજુ અકબંધ રાખી છે.
લાગણી નામે કોઈક સંબંધ રાખી છે.

ધરબી દીધી ઉરેને ઓષ્ટથી રાખી દૂરી,
માનો કે જાણે કોઈ મૂઠી બંધ રાખી છે.

મારાં- તમારાંના ભૂલાયા છે ભેદભાવો,
માત્ર માનવતાની એક સુગંધ રાખી છે.

હાથવગાં હોય હથિયાર મારે હરપળ,
સાચવી અમાનત જાણે સ્કંધ રાખી છે.

ન માનશો કે રજૂઆતની શરૂઆત છે,
પૂર્વકથિત વાતથી એ અનુબંધ રાખી છે.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111964580
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now