આવ્યું વરસ પચીસનું હસતું હસતું.
આવ્યું વરસ પચીસનું ગમતું ગમતું.
સવાર હો ખુશનુમા આનંદ બક્ષતી,
નૂતન આશાઓને રખે એ વાગોળતું.
અલવિદા કહે હાથ હલાવી ચોવીસને,
હરકોઈ પામે જીવનમાં જે મનગમતું.
ઉત્સાહ, ઉમંગને ખ્વાબના મિનારા,
અતીતના દુઃખદ અનુભવોને ભૂલતું.
પ્રેમ, સ્નેહને સહકાર વર્તનમાં વહેતા,
એવી શુભેચ્છાઓ જનેજનને કહેતું
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.