ગત વર્ષ ભલે ગમે તેટલું મસ્તમજાનું મેળવ્યું હોય, કે પછી, ગમે તેટલું ગમતું ગુમાવ્યું હોય,
તો પણ...
ચોવીસમાંથી સંપૂર્ણ બહાર આવી,
પચ્ચીસમાં પહોંચી જવું,ને પ્રભુને એકજ અરજ કરવી કે,
હે પ્રભુ,
ગયા વરસની જેમ મારી મહેનત પ્રમાણે મને આપજો, ને જે આપ્યું છે તે ટકી રહે એવા આશીર્વાદ આપજો.
તેમજ મન કર્મ અને વચનથી મને એવી સદબુધ્ધિ આપજો કે,
નવું કંઈ ગુમાવવું ન પડે, હે પરમ કૃપાળુ પરમાત્મા બસ એટલી અમારા પર કૃપા રાખજો.