Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પગમાં લાગનારી ઠોકરે ચીંધ્યા છે રસ્તા મને.
સાહેબ તો શું નાના નોકરે ચીંધ્યા છે રસ્તા મને.

પડીને ઊભા થવાની વર્ષો પુરાણી આદત છે,
નિષ્ફળતાએ પણ આખરે ચીંધ્યા છે રસ્તા મને.

વાતો કરનારાઓ એ ખૂબ કીધી આઘીપાછી,
એનાં વેણ નીકળ્યાં આંકરે ચીંધ્યા છે રસ્તા મને.

હતી ચાહ અંતરે ઝઝૂમીને પછી જ ઝૂમવા તણી,
એવા આતમના એ ઉદગારે ચીંધ્યા છે રસ્તા મને.

છું રાહી કર્મ તણો ના મુસીબતથી ડરનારો લગીર,
એવા ઊઠતા મનના વિચારે ચીંધ્યા છે રસ્તા મને.

સિલક હારની ઝાઝી, જીત તો જ્વલ્લે જ મળે,
મારાં કદમ જ કેડીને કંડારે ચીંધ્યા છે રસ્તા મને.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111963849
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now