Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે આવો કે ના આવો, યાદ નિરંતર રહેવાની.
રૂઠો કે પછી કોઈ મનાવો, યાદ નિરંતર રહેવાની.

જન્મથી આજદિન લગીની સફર છે અવિરત,
ખિજાઓ કે પછી મલાવો, યાદ નિરંતર રહેવાની.

પ્રસંગોના પટલે થૈને તાણાવાણા વણાયા છો તમે,
અવસરો ભૂલો કે મમળાવો, યાદ નિરંતર રહેવાની.

એટલું જ છે બાકી કે હોઠે આવી ના વસ્યાં તમે,
હૈયેથી વિસારો કે વધાવો, યાદ નિરંતર રહેવાની.

મથીએ છીએ ભૂલવા તમને અને તમારા પ્રસંગોને,
ઉરઅગન બુઝાવો કે તાવો, યાદ નિરંતર રહેવાની.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111963721
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now