વાત ને વાત માં ક્યારેક ,
અચાનક પ્યાર પણ થઈ જાય....
કુમળા ફૂલો ને ભેગા કરોને,
સોહામણો હાર પણ થઈ જાય....
એક આંખ બીજી આંખ થી મળે ,
ને મળ્યા નો અણસાર થઈ જાય ...
હાથમાં તમારો હાથ આવે ને ,
સ્મિત સાથે એકરાર થઈ જાય ....
ઓળખની જરૂર નહીં ફરીદા,
દિલની સભામાં સત્કાર થઈ જાય....