આજ પુત્રવધૂ ના એક સગાંને ત્યાં વાસ્તુમાં ગયેલો. બરાબર શ્રીફળ હોમવાની નજીકના સમયે મોટેથી ટપાકા વગાડતો પાવૈયો આવી ચડ્યો. એને હાજર સગાઓએ સમજાવ્યો પણ એ પૈસા લઈને જ જવા અડગ રહ્યો, મોટેથી બૂમો પાડી અવાજ વધારતો ગયો. પૂજામાં બેઠેલા ગૃહસ્થ ઊભા થઈ કહે કે તને રાજીખુશીના 1100 આપું તો ગમે એમ બોલી 21000 રૂ. માગવાની હઠ પકડી.
કોઈએ માંડ મધ્યસ્થી કરી, એમ કહ્યું કે ઘરમાં આટલી કેશ ન હોય તો એ કહે ઓનલાઇન પેમેન્ટ કરો, 21000 જ.
આખરે થોડા ઓછામાં સમજાવી કાઢ્યો.
એ ગૃહસ્થ નું હમણા જ હાર્ટ ઓપરેશન થયેલું છે, દીકરી વિદેશ ભણવા ગઈ છે અને તેની પણ સગાઈ કરી, લગ્ન માથે છે.
સ્થિતિ જે હોય એ, એક તો હું માનતો નથી કે પાવૈયા ને આપવાથી શુકન થાય. નકરી દાદાગીરી અને લૂંટ છે.
બીજું, આ રીતે બળજબરીથી , ડરાવીને પૈસા માગવાથી ધમકી આપવાનો, લૂંટના પ્રયાસનો ગુનો બને. ગાળો બોલે કે કપડાં કાઢે તો બીજો.
આપણે 112 કે 100 પર ફોન કરી પોલીસને બોલાવીએ તો? કોઈ કહે પોલીસ આ પાવૈયા ના કેસમાં આવતી જ નથી.
ચાર પાંચ લોકો મળી એને પકડીને કે ન જાય તો ધક્કો મારીને બહાર કાઢે અને એ પ્રહાર કરે તો સામો પ્રતિકાર. એક વખત એની હિંમત તૂટી જાય.
નવાઈ એ છે કે સોસાયટીના ચોકીદારો એને આવવા કેમ દે છે? કહે કે એને કમિશન મળે છે પણ હું માનતો નથી. એ આને અટકાવી શકે એમ હોતો નથી.
પાવૈયાઓ ક્યારેક ભીખ પર જીવતા હશે એટલે આવી એમને થોડા આપી પોષવાની સામાજિક વ્યવસ્થા થઈ હશે પણ હવે જાતિભેદ વગર એ લોકો કોઈ ધંધો વ્યવસાય કરી શકે છે.
અર્પિત છાયા ના પેટ્રોલ પંપ પર એવા લોકોને નોકરી પણ આપી છે. બીજે પણ હશે.
ડર્યા વગર, આજે એનો તો કાલે આપણો વારો આવશે એટલે એ અનિષ્ટ સામે એ વખતે જેટલા પુરુષો અને સામનો કરી શકે એવી સ્ત્રીઓ એનો પ્રતિકાર કરે. જબરદસ્તી કરે તો એક પૈસો ન આપીએ, જોઈએ શું થાય છે?
શું સાચેજ પોલીસ કે કોઈ મદદ નહીં કરતું હોય? કદાચ અર્ધા મહિનાનો પગાર એ અર્ધી મિનિટમાં પડાવી ગયો.
એ વખતે દસેક પુરુષો હતા, કોઈ આ ગૃહસ્થની મદદે ન આવ્યું.
મેં પાવૈયો લિફ્ટ બોલાવી ઊભો ત્યારે એટલું કહ્યું કે જુઓ, હું તમે શુકન કરાવો છો એમ નથી માનતો અને કોઈ ધંધો કરો ને કમાઓ, ઘણા વ્યવસાયો પડ્યા છે. એ કહે તાકાત છે કોઈની કે અમને પડકારે?
આ રીતે જ વિધર્મી તમારા ઘેર બારણું ખખડાવી આખું ઘર ને તમારી સ્ત્રીઓ માગી જશે તો ઊભા રહેશો?
લોકલાજે અન્યાય સહન કરવો એ પણ પાપ છે એવું ગાંધીજીએ કહેલું.
હું મારો દાખલો દઉં, વિચિત્ર લાગશે. પુત્ર મલ્હારના લગ્નની જાનમાં મોખરે હું વેવાઈના મંડપમાં દાખલ થયો. ઢોલ વગાડતો ઢોલી મારી આડો ઊભો. મેં 251 આપ્યા એણે પાછા આપી કોઈ વિચિત્ર શબ્દ કહ્યો. મેં 300 આપ્યા. એણે ધકેલ્યા. મેં એને હળવો ધક્કો માર્યો ને આગળ વધી ગયો. કદાચ પાછળથી કોઈએ બીજી એકાદ નોટ આપી. એ ગાંધી ચિંધ્યા વર્ગનો 2000 જેવા માગતો હતો.
થઈ થઈ ને શું થાય? વિધિ થોડું અટકે.
એ પૈસા ન મળે એટલે પૂરતું જોર લગાવી નાટક કરે પણ કદાચ મેં કહ્યું એવો પ્રતિકારનો વખત જ ન આવે.
એ લોકો ધંધો ધાપો કરવાને બદલે ગુંડાગીરીથી બહુ મોટી રકમ માગે છે કેમ કે તાબે થઈ જઈએ છીએ. એ પણ કદાચ વાણિયા બ્રાહ્મણ ને ઘેર જ આવે છે. રાજપૂ મેંેબાપુ ને ઘેર હિંમત નહીં કરે.
આજે જે જોયું એ દુઃખદ હતું. એવા પાવૈયા ના આશીર્વાદ કે શ્રાપ ન જ લાગે, આ રીતે પરસેવાની કમાણી મિનિટમાં આપી દેનાર ની હાય