જીવનમાં ઘણીવાર
એવું એવું પણ થાય છે, કે જે
આપણે વિચારી પણ ના શકીએ,
એવુંય મળી જાય છે, ને પાછું
એજ મળેલું કોઈ કારણ વગર,
આપણને અસમંજસમાં નાખીને
ચાલ્યું પણ જાય છે.
એટલે જીવનમાં બહું ચિંતા ના કરવી,
કેમકે આવું તો દરેકના જીવનમાં થાય છે,
ને એને જ કુદરત, નસીબ, કે જીવન
કહેવાય છે.
માટે જીવનમાં જો ખુશ રહેવું હોય
તો સંસારનો આ નિયમ સમજવો અત્યંત જરૂરી છે, કે
જો સહેતાં આવડશે તોજ સંસારમાં રહેતાં આવડશે.