વિશ્વાસ હોય તો મળે છે માંગવાથી ,
કંઈક કુદરત પાસે માંગી તો જો ..
ત્યાં સજદામાં સર તારું,
ક્યારેક નત મસ્તકે જરા ઝુકાવીને તો જો ...
પ્રેમ આપવાથી પ્રેમ મળતો હશે ,
ખરા દિલથી કોઈને તું ચાહીને તો જો ...
મારા જ અનુભવની વાત કહું ,
સહેજ વેદના મનની બતાવીને તો જો ....
કોણે કહ્યું સપનાઓ ફલતા નથી ,
તું સૃષ્ટિ શમણાઓની સજાવીને તો જો ...
ફરીદા કરી જો દુવા સાચા દિલથી ,
ખુદા ના દરબાર માંગીને તો જો....