કોઈ તો મળ્યું ....
મનને સતત એમ થતું કે,
કોઈ મારી ભાવનાઓને સમજે,
મારી લાગણીઓને સમજે,
એવું કોઈ તો મળ્યું ....
દૂર રહી હૃદયમાં રહે,
એવું કોઈ તો મળ્યું ...
ઘણા મળ્યા મારા લાંબા વાળ ,
મારા રૂપને ચાહનારા ,
અંતરની ઉર્મીઓની સમજનાર ,
કોઈ તો મળ્યું ....
પરંતુ ડર છે કે યા ખુદા,
અમારા સંબંધોને ન લાગે કોઈની નજર,
ધડકતું રહ્યું છે એ બીક થી,
ફરીદા, મારુ જીગર ....
હું રચતી આવી છું વર્ષોથી શબ્દોને ,
એ શબ્દોનું શબ્દાંકન રચનાર ,
કોઈ તો મળ્યું.....