Gujarati Quote in Shayri by Mareez

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

૧૬

ગઝલ ( આ જગતમાં પ્રેમીઓ )

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતા નથી તેયે નભાવી જાય છે.

બહારના જીવનના છે, એ મારા જીવનના નથી,
તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે.

મારી કિસ્મત છે જુદી, તારું મુકદ્દર છે અલગ,
કોઈ વખતે એક જગા પર કેમ આવી જાય છે.

છું બહુ જૂનો શરાબી જામથી ખેલું છું હું,
હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે.

ઓ શિખામણ આપનારા! તારો આભારી છું હું,
મારા આ રડમસ જીવનમાં તું હસાવી જાય છે.

મારી નિષ્ફળતા ભલી, એમાં કોઈ ખામી નથી,
ઓ સફળતા! કોણ અહીં સંપૂર્ણ ફાવી જાય છે.

લાવો મારી પાસે હું અમૃતથી મારું એમને,
ઝેર જેવી ચીજ પણ જેઓ પચાવી જાય છે.

મારું આ બેહોશ જીવન પૂર્ણ તો થાએ ‘મરીઝ’,
હું નથી હોતો તો એ આવી વિતાવી જાય છે.

- મરીઝ

Gujarati Shayri by Mareez : 111958732
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now