વાયરો મીઠો માંગુ ત્યારે પ્રેમનો જયારે ઉંમરનો તાપ શિરે ચઢે આકરો.
જીંદગીભરનો થાક ચઢે જયારે ક્યાં ઉતારવો ત્યારે મીઠો ખૂણો શોધવો આકરો.
સુખની છાંય સુંવાળો સાથ શાંતિની શાખ પ્રેમભર્યો પાશ મળવો બને આકરો.
કોઈને સંતોષ નથી સમજણની મૂડી નથી ત્યારે અધૂરાં સંબંધને પૂર્ણ કરવો આકરો.
બંધાઈને છૂટી જવાની તૂટીને એક થયાની ભ્રાંતિ ત્યારે કડવો ઘૂંટ પીવો આકરો.
પરચાની આશા અગમની ગાથા એકવાર પ્રેમ થયો દિલને ભૂલવો પડે આકરો.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..