દિવાળીનો પીછો કરતી આવી ગઈ દેવદિવાળી.
લાંબા લાંબા ડગ ભરતી આવી ગઈ દેવદિવાળી.
યાદ આવી ગઈ સૌને વીતેલી વેળા દિવાળી તણી,
શેષશાયીને એ જગાડતી આવી ગઈ દેવદિવાળી.
દેવલોકે પણ હશે ઉત્સવને ઊજાણી તહેવારની,
પૃથ્વીલોક સંગે ઊજવાતી આવી ગઈ દેવદિવાળી.
સૌના હૈયે અનેરો ઉત્સાહને ઉમંગ સહજ દેખાતો,
ફટાકડાથી આભ ગજવતી આવી ગઈ દેવદિવાળી.
તુલસીવિવાહના પુનિત અવસરે ભક્તજનો હરખે,
હરિવરને હેતે યાદ કરાવતી આવી ગઈ દેવદિવાળી.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.