સોનેરી કિરણ ખેંચીને આવી છું,
જાણે અંધકારને હડસેલી આવી છું.
વિશ્વાસ મજબૂત કરીને આવી છું,
જાણે સ્વયંને જીતીને આવી છું.
પ્રીતને સ્પર્શીને આવી છું,
જાણે પ્રભુને પામીને આવી છું.
દોસ્ત! સંજીવનીનો અહેસાસ કરી
આવી છું,
જાણે રાખ થયેલી જાતમાં પ્રાણ પૂરીને આવી છું.
- ફાલ્ગુની દોસ્ત