અજવાસ.....
ચાલને, આજ ફરી એકબીજાને મનાવી લઈએ,
વિત્યુ વર્ષ વિદાય કરી,આવનાર પર ઓવારી જઈએ,
ઉંબરે મુક્યા આ દીવા ના ઝગમગાટ હાથમાં લઈએ
અનુપમ એક અજવાસ ની ભેટ સૌને આપતા રહીએ,
આ તો સમય છે,આજ દિવસ એ કાલ વર્ષ બની રહેશે,
મારો દિવોને તારો અજવાસ, એમ, ચાલને માની જઈએ.
હીના રામકબીર હરીયાણી