હે પ્રભુ,
બને તો મારું શૈશવ મને પાછું દે...
આ પાથરેલી સઘળી જંજાળથી દૂર,
મારી નિરદોષતાની સવારી મને પાછી દે...
નો'તી કાંઈ ઝાઝી આશા કે અપેક્ષાઓ,
બસ પિતાનાં ખભેથી દેખાતી એ મારી દુનીયા પાછી દે...
આ સમજણનો ય ભાર લાગે છે હવે,
નાદાન બની ને ફરી માં નો ખોળો ખૂંદવા દે...
વારે તહેવારે જ મળે છે હવે તો લંગોટિયા મિત્રો પણ,
એ બાળપણની ટોળકી સાથે રોજ રમવાનો લાહ્વો દે...
જાત પર આવરિત કૃત્રિમ મહોરાઓ ની વચ્ચે,
મારી સહજ પ્રકૃત્તિ મને પાછી દે...
વીતેલાં આ કાળચક્ર ને ભેદી ને,
મને શૈશવ માં જવાનો મારગ દે...