જ્યાં સુધી મારામાં બાળક બુધ્ધિ હતી,
ત્યાં સુધી તો મને એમ જ લાગતું કે,
અમારાં બધા જ સંબંધીઓ સારા છે.
ને અત્યારે તો એ સારામાંથી બે પાંચ પણ
શોધ્યા નથી જડતા, જે મારા હતા.
ને પાછું ભલે એ વખતે કશું નહોતું,
તેમ છતાંય આજકાલ જેટલાં
ક્યા કોઈને લારા હતા ? પણ હા
એ વખતની એક વાત તો ખરેખર
ગર્વ અપાવે એવી હતી કે,
એ સમયે પણ સંબંધો તો
ભલ અંદરથી ખારા હતા
પણ પરિવાર, કે કુટુંબમાં
સારો, કે ખરાબ પ્રસંગ આવે, ત્યારે
એજ બધા, પાછાં એવા તો ભેગા બેશે કે,
આજેય અંદરથી થાય છે કે,
ભલે ગમે તેવા હતા,
પણ એ સાચા અર્થમાં "મારા" હતા. ને
આજનાં સંબંધો કરતાં તો સારા હતાં.