"#યાદ …
શું કરે છે !? ફ્રી છે ? કરવી છે એક વાત,
કાલે બેઠી હતી એમ જ ને આવેલી તારી યાદ...
આપણી મળવાની ગલીઓ કરતી હતી સાદ,
કે આવતા કેમ નથી હવે, બની ગઈ કોઈ વાત?
કેમનું સમજાવું હવે કે મોબાઈલમાં થાય છે વાત,
તને પૂછવાનું રહી ગયું કે બેઠો હોય તું અને આવી હોય મારી યાદ !?"
આવે જો કદાચ તો કરજે મોબાઈલમાંથી રીપ્લાય, મળવાનું ન થાય તો ભલે ને !
કાલે બેઠી હતી એમ જ ને આવેલી તારી યાદ...✨
#H_R