કાલે હું કામથી બહાર ગઈ હતી,આમ તો હું ગમે ત્યાં જાઉં મારી સાથે કોઈ ને કોઈ હોય,પણ આજે કોઈ નહોતું એટલે હું એકલી જ નિકળી ગઈ,મારે જે હોસ્પિટલમાં જવાનું હતું મેં ત્યાં પહોંચી ગાડી પાર્કિગ કરી અને લિફ્ટ તરફ વળી, ત્યાં જઈને જોયું તો લિફ્ટ સાતમા માળે હતી અને મારે ચોથા માળે જવાનું હતું તેથી હું ત્યાં લિફ્ટની રાહ જોઈ ઉભી હતી,એટલામાં બીજા એક ભાઈ ત્યાં આવી પહોંચ્યા અને લિફ્ટની સામે ઊભા રહી ગયા,એકાદ મિનિટ બાદ લિફ્ટ આવી અને તેમાંથી બધા બહાર નીકળી ગયા,હવે લિફ્ટમાં જનારા હું અને પેલા ભાઈ બે જ હતા, હાલમાં સ્ત્રીઓની છેડતી અને રેપ કેસનાં જે કિસ્સાઓ સામે આવ્યાં તે યાદ આવતા મેં બે ઘડી વિચાર્યું કે સીડીઓ ચઢીને જતી રહું પણ મારી તબિયત સારી ન હોવાથી મેં એ વિચાર માંડી વાળ્યો, હવે જે થાય તે જોયું જશે એવું મન મક્કમ કરીને હિંમત ભેર હું લિફ્ટમાં ગઈ,પછી એ ભાઈ પણ અંદર આવ્યા અને દરવાજો બંધ કર્યો,અંદર જઈને જોયું તો ઓછામાં પૂરું લિફ્ટમાં લાઈટ્સ નહોતી સાવ અંધારું એ જોઈને હું વધુ ડરી ગઈ,મારી હાલત જોઈને તે ભાઈ સમજી ગયા અને તરત જ મોબાઇલની ટોર્ચ ચાલુ કરી દીધી અને મને સહજ અનુભવ કરાવવા મારી સાથે વાત કરવા લાગ્યાં,તેઓ કહે ગભરાશો નહીં લિફ્ટમાં લાઇટ ઉડી ગઈ લાગે છે વોચમેન આવશે એટલે ચેન્જ કરી દેશે,ચોથો માળ આવ્યો એટલે તેમણે લિફ્ટનો દરવાજો ખોલ્યો અને હું બહાર નીકળી ગઈ.
આ વાત કરવનો મારો એક જ મતલબ હતો કે દરેક વ્યક્તિ ખરાબ નથી હોતા,માટે જોયા જાળ્યા વગર કોઈ માટે ધારણા બાંધી લેવી તે યોગ્ય નથી,
અને બીજી વાત મારે પુરુષ વર્ગને કહેવી છે કે તમારી આસપાસ એવું વાતાવરણ ઊભું કરો કે દરેક સ્ત્રી તમારી સાથે પોતાને ભયભીત નહીં સુરક્ષિત અનુભવે 🙏🏻
#shabdbhavna