80% મહિલાઓ પોતાના સંતાનોના ભવિષ્ય,
માટે થઈને પતિના અત્યાચાર સહન કરીને,
સમાજના કુરિવાજો સહન કરીને, પોતાના
સપનાઓને મારીને, આત્મસન્માનને અડાણુ
મૂકીને,જીવતી લાશ બનીને જીવે છે. બળાત્કાર
ફક્ત સીમમાં જ નથી થતા ચાર દીવારોની અંદર
પણ થાય છે પણ એ ક્યારે બહાર નથી આવતા.
સ્ત્રી એક દીકરી તરીકે આઝાદ પક્ષીની માફક પિતાના આંગણામાં રહે છે. સાસરે આવ્યા પછી. ડ્રેસ નહિ પેરવાનો અમારે ત્યાં વહુ ડ્રેસ નથી પહેરતી. દીકરીઓ લગ્ન પછી ડ્રેસ પહેરે તે ચાલે છે. તમારા પરિવારનો વંશવેલો આગળ વધારવા માટે થઈને. ફિગર બગડી જાય. છતાં એ સહન કરી લે છે. છતાં સસરા વાળા શું કે ખબર છે. ખાઈ ખાઈને હાથી જેવી જાડી થઈ ગઈ છે. ઘણા ખરા પુરુષો સ્ત્રીને ઉપભોગ ની વસ્તુ જ સમજે છે. જે લોકો પત્નીને માન સન્માન અને એનો હક આપે છે એ પુરુષોને મારા હૃદય પૂર્વક નમન 🙏🏻
ઘાવ લાગ્યા વિના લોહી ક્યાંથી નીકળે,
સમુદ્ર મંથન વિના રત્નો થોડા નીકળે.
ઘરકામના ચક્કરમાં મરવાનો પણ ટાઈમ ન,
હોય એવું કોઈ પાત્ર હોય તો એ સ્ત્રી છે. દુનિયામાં સારા માણસો પણ છે બધા ખરાબ છે એવો મારો દાવો નથી.
પણ મહદ અંશે ઝઘડો કરવા માટે ટાઈમ હોય છે કામ માટે ટાઈમ હોય છે પણ પ્રેમ માટે ટાઈમ મળતો નથી.
જે માન સન્માન સ્ત્રીઓ અધિકારી છે એવું માન સન્માન ભગવાન શિવ , રામ, અન કૃષ્ણ એ જ઼ સ્ત્રીઓને આપ્યું છે. લગ્ન પહેલા કહેશે
" તમારી દીકરી એ અમારી દીકરી "
અને લગ્ન પછી ટોન બદલાઈ જાય છે
અહીં તમારા નખરા નહી ચાલે આ તમારા
બાપનું ઘર નથી આ તમારું સાસરુ છે.
અને લગ્ન પછી પિતાના ઘરે જાઓ
તો કેસે સાચું ઘર તો તમારું સાસરુ જ છે.
માટે સ્ત્રી પાસે જીવનમાં બીજું કાંઈ હોય કે ન હોય,
પોતાની જાત મહેનતથી કમાયેલું એક ઘર જરૂર હોવું જોઈએ.
લી. "આર્ય "