ખેડૂની કોણ લે સંભાળ....!!!!!
વાવવાની તૈયારી કરી ત્યાં વરસાદ આવ્યો,માંડ બે રૂપિયા ભેગા કરી બાજરો લીધો !
વરાપ થયે વાવીને ખેતર બહાર નીકળ્યા ત્યાં વરુણદેવે ખીજવાઈ આખો ખેતર ભરી દીધો.
માંડ માંડ એક બે ડગ ભરતાં તગાં ફૂટયાં ત્યાં ભૂંડ નામના દુશ્મને ચાસ ચીરી ખેંચી નાખ્યાં !
ખેતર શેઢે ઉભો રહી ખેડુ ખેતર ફરતે નજર કરે ત્યાં રખડું આખલે ફણગા બધા ચાવી માર્યા.
જેમ તેમ વાડ કરી સરખું કર્યું ત્યાં ચાર વાઢનાર નારી અને સસલાએ ફરતે ફાંડા પાડ્યાં!!
ભાદરવો અને ભારે વરસાદ ત્યાં નદીના પાણીએ રેલમછેલ કર્યાં ત્યાં ખેડુ ખેતરે બધા રડી પડ્યા ll
એટલું ઓછું હોય તેમ મજૂર કરી સડેલું ઉપાડવા કોશિશ કરી ત્યાં ખાતર બિયારણ ડીઝલના ભાવ વધ્યા !
છોકરાંઓના કપડાં ફાટયાં,દિવાળી નજીક આવી એક ભેંસ વેચી જેમ તેમ સસ્તા ફરસાણ ખરીધ્યાં ll
થોડી મૂડી બચી હતી ત્યાં દાદી મા બીમાર પડ્યાં,દાદા સ્વર્ગ લોક સર્યા અને ત્યાં સ્કૂલ કોલેજની ફી ભરી !
મોંઘુ ભણતર,મોંઘાઁ ચોપડાં,ટ્યુશન,પેટ્રોલ મોંઘુ,હોસ્ટેલ મોંઘી,ત્યાં છોકરાં ભરતીમાં ફેલ થૈ ઘર ભણી!!
સરકાર ના લે દરકાર ભાગે આવતું રેશન વેચાય બારોબાર!ખેડૂત બાજરી ઘઉં ખાય થોડો કંઈ ભાત ખાય!!
ખેતી કરવા ખડતલ શરીર જોઈએ,ચોખ્ખું ઘી બજારે વેચી સસ્તું પામોલિન ખાય કરમની કઠણાઈ જુઓ ખેડૂતની આ !!!!
- વાત્સલ્ય