"અંદર આગ ને બહાર ઠંડક
આમ ખુલ્લો ને આમ બંધક"
આ એ વ્યકિતની ઓળખ છે,
કે જે પોતાની જવાબદારીઓને
પહેલું પ્રાધાન્ય આપે છે,
ને જીવનનાં કડવા ઘૂંટ પીને પણ...
પોતાનું જીવન હોંશે હોંશે કાપે છે.
હા પણ આવા લોકોની
શરુઆત ભલે કાઠી હોય,
પરંતુ ઘર-પરિવારનો સાચો આનંદ તો
એજ લોકો માણે છે, કે જે
ઘર એટલે શું ?
પરિવાર એટલે શું ? ને
જવાબદારીઓ એટલે શું ?
એનો સાચો અર્થ જાણે છે, અને
એ પ્રમાણે જીવે પણ છે.