પોતાની મરજી થી છોડી શકાતું હોત તો ફિકર જ ક્યાં હતી...
ગમે તે ક્ષણે અપનાવી શકાતું હોત તો ફિકર જ ક્યાં હતી...
કોઈ રસ્તાઓ એટલા પણ પોતાના નથી હોતા કે સાથે ચલાવી શકાય...
બસ મંઝિલ પોતાની આખરી બનાવી શકાતી હોત તો ફિકર જ ક્યાં હતી...
મન તો વમળ કરતાં પણ આકરું, ચગડોળે ચડી જાય છે...
આ હૃદય નો અવાજ જો,સ્પષ્ટ આવી શકતો હોત તો ફિકર જ ક્યાં હતી...
બધું ભૂલી ક્ષણમાં જીવવાના પ્રયત્નો ઘણીવાર કરી જોયા..
પણ આ ક્ષણ વર્તમાનમાં થોડીવાર અટકતી હોત તો ફિકર જ ક્યાં હતી...
કઠપૂતળી છીએ કે અભિનેતા પોતાના જીવનમાં અસંજસમાં છીએ....
બસ આ વાર્તા બદલાવી શકાતી હોત તો ફિકર જ ક્યાં હતી...
ભગવાન સર્વવ્યાપી છે એમ ખાલી શબ્દો જ સમજાવી જાય છે...
કોઈ દિવસ આપણાં માં પણ સર્વવ્યાપી મળી જાત તો ફિકર જ ક્યાં હતી ...