Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"પર્યાવરણ"
કુદરતી સોડમ પીરસતું આ પર્યાવરણ,
વાજતે ગાજતે પ્રસરતું આ પર્યાવરણ.
આંખને ઠંડક આપતું આ પર્યાવરણ,
વાતાવરણ ને કંઠ આપતું આ પર્યાવરણ.

માણસના ગંદા કચરાને છાગ દેતું આ પર્યાવરણ,
કીચડ માં ફુલ બની સુગંધ દેતું આ પર્યાવરણ.
લીલા લીલા વૃક્ષો થકી છાવ આપતું આ પર્યાવરણ,
વરસતા વરસાદ વચ્ચે મુકામ આપતું આ પર્યાવરણ.
ધોમ ધખતા તડકામાં રાહત આપતું આ પર્યાવરણ,
રાહદારીના કાળજાને ટાઢક આપતું આ પર્યાવરણ.
ઉછળતી કુદતી નદીઓને ઝરણું આપતું આ પર્યાવરણ,
પાણી ના તાગને દરિયાનો ઠરાવ આપતું આ પર્યાવરણ.

પૃથ્વીના પેટાળને સમતોલ કરતું આ પર્યાવરણ,
"સ્વયમ'ભુ"ઝેર પી ને ઓક્સિજન દેતું આ પર્યાવરણ.
વાજતે ગાજતે પ્રસરતું આ પર્યાવરણ.
આંખને ઠંડક આપતું આ પર્યાવરણ..!
- અશ્વિન રાઠોડ - સ્વયમ'ભુ.

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111952110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now