વિષય : નવી દોડ ચાલી છે
તું મારા કરતા નીચો,તો
હું થાઉં તમારા કરતાં ઊંચો,
આજે એક નવી દોડ ચાલી છે કે
સ્ટેટસ ની હા હોડ ચાલી છે.
નિત નિત લોકો ને રિઝવા ની આ દોડ ચાલી છે,
નિત નિત દેખાડો કરવાની આ હોડ ચાલી છે.
આજે એક નવી દોડ ચાલી છે કે
સ્ટેટસ ની હા હોડ ચાલી છે.
જીવન ને અણમોલ ક્ષણો ને યાદો માં કેદ કરવા કરતાં,
કેમેરા માં વીડિયો અને ફોટો બનીને કેદ કરવાની આ દોડ ચાલી છે.
હું કેમ રહી જાઉં પાછળ કઈ પોસ્ટ કરવામાં બસ એની આ હોડ ચાલી છે .
આજે એક નવી દોડ ચાલી છે
સ્ટેટસ ની હા હોડ ચાલી છે.
જીવન ને જીવવા કરતા માણવા કરતા વધારે,
આ આધુનિક યુગ ની નવી દોડ ચાલી છે,
હરિફાઈ ફરિફાઈ માં જીવન ને જીવવા ની આ હોડ ચાલી છે.
આજે એક નવી દોડ ચાલી છે
સ્ટેટસ ની હા હોડ ચાલી છે.