પીડા
આપણું પેટ જ્યારે ભરેલું હોય, ત્યારે કદી જાણી ન શકીએ પીડા કોઈ બીજાની, એની ભૂખની
જ્યારે પોતાના છોકરા છૈયા હોય, ત્યારે કદી સમજાય નહીં પીડા એક મહિલાની, એની ખાલી કૂખની
બધું સારું ચાલતું હોય ત્યારે તો આપણે ઉડાન ભરતાં હોઈએ હવામાં; કદર નથી હોતી હવાના રૂખની
જુવાનીમાં મસ્તી હોય ચારો તરફ, ત્યારે ક્યાં સમજી શકાય છે પીડા એક કુમળાઈ ગયેલી કળીના મુખની
જેનાં ઉપર વીતી હોય, એજ જાણે, એજ સમજી શકે પોતાના અથવા બીજાના દુખની.
Armin Dutia Motashaw